દેશનું ગૌરવ બન્યું અમદાવાદ !

India Today Media Institute

Written by: Niyati Trivedi

“જબ કૂત્તે પે સસ્સા આયાં,તબ બાદશાહ ને શહેર બસાયા” આજ કેહવત સાથે જોડાયેલી છે અમદાવાદશહેરની રચના. સુલતાન અહમદશાહેસાબરમતી નદીના કિનારે જોયું કે એક સસલું કૂતરાં પાર ભારે પડી રહ્યું છે, આ જોઈ ને તેમને આશ્ચર્ય થયું અને તેમને થયું કે જો હું અહીં શહેર વસાવું તો અહીંની પ્રજા કેટલી બહાદુર થશે! આ ઘટના પછી બાદશાહે  અમદાવાદ શહેર ની સ્થાપના કરી . અમદાવાદ ભારતની પશ્ચિમમાં ગુજરાતની ઉત્તરે સાબરમતી નદીના  કિનારે  સ્થિત શહેર છે.

India Today Media Institute
દેશનું ગૌરવ બન્યું અમદાવાદ !

૧૫ મી  સદીમાં  સુલતાન અહમદશાહના નામ પરથી અમદાવાદ શહેર બન્યું.. અમદાવાદ ગુજરાત ની પૂર્વ રાજધાની પણ હતું. અમદાવાદ નો ઇતિહાસ વૈવિધ્યતાથી ભરપૂર છે  સુલતાનથી લઇ મુઘલ અને મરાઠાથી લઇ બ્રિટિશર સુધી તમામ અમદાવાદપરરાજ કરી ચૂક્યા છે .

સમય અને પરિસ્થિતીઓ સાથે અમદાવાદ બદલાતું રહ્યું , પણ ઐતિહાસિક વારસો વધુ ને વધુ લોકપ્રિય બનતો ગયો. વૈશ્વિક સ્તરે UNESCO સુધી તેની નોંધ લેવાઈ .૨૦૧૨ થી  સતત અમદાવાદ  વર્લ્ડ હેરિટેજ સિટી માં સ્થાન પ્રાપ્ત કરવા પ્રયત્નો કરી રહ્યું હતું અને તેના પ્રયત્નો એળે ન ગયા અને ૨૦૧૭ માં અમદાવાદને UNESCO દ્વારા વર્લ્ડ હેરિટેજ સિટી માં સ્થાન પ્રાપ્ત થયું, અને અમદાવાદ ભારત નું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી બન્યું  અમદાવાદ મંદિરથી મસ્જિદ સુધીનું શહેર છે.

 

અમદાવાદના ઐતિહાસિક સ્થળો….

India Today Media Institute
દેશનું ગૌરવ બન્યું અમદાવાદ !

બાથ , વિયેના વગેરે શહેરો વર્લ્ડ હેરીટેજ સિટીમાં સામેલ છે, ભારતમાંથી અમદાવાદને ભારતના પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટીનો દરરજો મળવો એ દેશ માટે ગૌરવની વાત છે. અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીમાં સ્થાનમળતાં રાષ્ટ્રીય તેમજ આંતરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રવાસન નિગમનેપણ ફાયદો  થઇ શકે તેમ છે.

 

સાબરમતી આશ્રમ

India Today Media Institute
દેશનું ગૌરવ બન્યું અમદાવાદ !

સિદી સૈયદમસ્જિદ : અમદાવાદની સિદી સૈયદ મસ્જિદની રચના સુલતાન સિદી સૈયદ દ્વારા કરવામાં આવી હતી.આ મસ્જિદ તેની વૃક્ષની કોતરણીવાળી જાળી માટે મશહૂર છે.

 

India Today Media Institute
દેશનું ગૌરવ બન્યું અમદાવાદ !

 

સ્વામિનારાયણ મંદિર : અમદાવાદના કાલુપુરમાં સ્થિત સ્વામિનારાયણ મંદિર પણ એક ઐતિહાસિક મંદિર છે. મંદિરમાં કોતરણી કષ્ટથીકરવામાં આવી છે.

India Today Media Institute
દેશનું ગૌરવ બન્યું અમદાવાદ !

 

જામા મસ્જિદ:‘જામા મસ્જિદ’ અથવા ‘જુમ્મા મસ્જિદ ‘  પણ એક આગવું સ્થાન ધરાવે છે. જામા મસ્જિદ અમદાવાદના માણેકચોક ની પશ્ચિમમાં સ્થિત છે . જામા મસ્જિદની રચના અહમદશાસ દ્વારા કરવામાં આવી હતી.

India Today Media Institute
દેશનું ગૌરવ બન્યું અમદાવાદ !

પોળ : અમદાવાદની ઐતિહાસિક પોળ. (રહેઠાણ વિસ્તાર )

બાથ , વિયેના વગેરે શહેરો વર્લ્ડ હેરીટેજ સિટીમાં સામેલ છે, ભારતમાંથી અમદાવાદને ભારતના પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટીનો દરરજો મળવો એ દેશ માટે ગૌરવની વાત છે. અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીમાં સ્થાનમળતાં રાષ્ટ્રીય તેમજ આંતરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રવાસન નિગમનેપણ ફાયદો  થઇ શકે તેમ છે.

 

About the author: Niyati Trivedi is a trainee journalist in India Today Media Institute.

Published by: Karan Yadav


DISCLAIMER : Any views or opinions represented in this blog belong solely to the writer and do not represent those of people, institutions or organisations that the owner may or may not be associated with in professional or personal capacity, unless explicitly stated.
Any views or opinions are not intended to malign any religion, ethnic group, club, organisation, company or an individual. All content provided on this blog is for informational purposes only. The owner of this blog makes no representations as to the accuracy or completeness of any information on this site or found by following any link on this site.